ઝધડીયા જીઆઇડીસી માં આવેલ વરસાદી કાશમાં ઔદ્યોગિક એફલૂએન્ટ વહેતુ નજરે જણાતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને તંત્રને ફરિયાદ કરતા જીપીસીબી એ કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદ કરનાર ઈરફાનખાન નસીર ખાન પઠાણના જણાવ્યા મુજબ આજ રોજ ઔદ્યોગિક એફલૂએન્ટ વરસાદી કાશમાંથી અમારા ખેતરો તરફ આવતો હોવાની જાણ થતાં અમોએ સ્થળ તપાસ કરતા જાણ થઈ છે કે ઝધડીયા જીઆઇડીસી માંથી આ એફલૂએન્ટ આવી રહ્યું છે. અમોએ જીપીસીબી, જીઆઇડીસી અને નાયબ કલેક્ટર સાહેબ ને ફરિયાદ કરી છે. હાલ જીપીસીબી ઘટના સ્થળેથી નમૂના લઈ કાર્યવાહી કરી રહી છે. અમારી શંકા મુજબ આ એફલૂએન્ટ હુબર, લેન્સેક્સ કે રેવા પ્રોટીનમાંથી આવતું દેખાઈ રહ્યું છે અને અમોએ આ શંકા જીપીસીબી ને જણાવી છે અને તે દિશામાં કાર્યવાહી કરી રહી છે. ચોમાસાની ઋતુમાં પણ વરસાદી પાણીનો લાભ લઇ અનેક વખત એફલૂએન્ટ અમારા ખેતરોમાં આવ્યું હતું. આજે વગર વરસાદે પણ મોટા પ્રમાણમાં એફલૂએન્ટ આવવાથી અમારી જમીનો પ્રદૂષિત થઈ છે. તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે.”ઝધડીયા જીઆઇડીસીના ઉદ્યોગ મંડળના પ્રતિનિધીના જણાવ્યા મુજબ ” લાઈન લીકેજ થઈ છે અને તે બદલવાની કાર્યવાહી હાથ પર લીધી છે “.આ અગાઉ પણ NCT ની લાઈનોમાંથી લીકેજની ઘટનાઓ બની છે. જેનાથી પર્યાવરણને નુકશાન થાય છે.
ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતું હોવાની ફરિયાદ કરતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે..
Advertisement