Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીમાં ચાર દિવસ ગ્રાહકોની ભીડ નહિ જામતા સંક્રમણ ઘટવાની આશા…

Share

કોરોના સંક્રમણની ચેનને આગળ વધતી અટકાવવા ઠેરઠેર સ્વેચ્છિક લોકડાઉનો કરાતા દેખાઇ રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ અને પંથકના ગામોમાં પણ ઘણાબધા કોરોના પોઝિટિવ કેસો બહાર આવતા આ વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપથી વધે એવી દહેશત ઉભી થવા પામી હતી.

ઉલ્લેખનીય છેકે રાજપારડી નગર તેની આજુબાજુના અસંખ્ય ગામડાઓ સાથે ધંધાકીય સંબંધો ધરાવતુ મહત્વનું વેપારી મથક હોઇ, આજુબાજુની ગ્રામીણ જનતાની રાજપારડીમાં રોજિંદી હાજરી દેખાતી હોય છે. દુકાનો પર જામતી ભીડને કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે એવી દહેશતને લઇને રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલાએ સંયુક્ત એલાન કરીને રાજપારડીના બજારને તા.૧૫ મીથી લઇને તા.૧૮ મી સુધી સંપૂર્ણપણે બંધ રાખવાની અપીલ કરી હતી. આ લખાય છે ત્યારે આજે આ ચાર દિવસીય સ્થાનિક સ્વયંભુ લોકડાઉનના પ્રથમ દિવસે દવાઓ, દુધ અને ફળોને બાદ કરતા રાજપારડીના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે દવાઓ, દુધ અને ફળોની નાનીમોટી બિમારીઓમાં જરૂર પડતી હોય છે, વળી હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોઇ, દુધ અને ફળોની રોજા ઇફતારી સમયે જરૂર અનુભવાય છે. રાજપારડી નગરમાં ચાર દિવસીય સ્વયંભુ લોકડાઉનના પહેલા દિવસે સ્થાનિક તંત્રની અપીલને વેપારીઓએ પૂરો સહયોગ આપીને નિભાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

आशा पारेख के अनुसार रानी पद्मावती के लिए दिपिका है सर्वश्रेष्ठ पसंद!

ProudOfGujarat

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા 25 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

રાજપીપલા પો.સ્ટે વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ ઈસમોની ધરપકડ કરતી રાજપીપલા ટાઉન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!