Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં વઢવાણા ગામે પાઈપલાઈન બાબતે કાકા ભત્રીજા વચ્ચે તકરાર…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રહેતા પ્રવિણસિંહ ડાહ્યાભાઈ મકવાણાની વડીલો પાર્જીત મિલકત પૈકીના ઘરના વાડાની જમીનમાં નવા મકાનનું બાંધકામ ચાલે છે. પ્રવિણસિંહના ભત્રીજાઓ હરેન્દ્રસિંહ તથા અશ્વિનભાઈ તેમની પાણીની પાઈપલાઈન તેમના કાકા પ્રવિણસિંહના નવા મકાનના ચાલતા બાંધકામની નીચે થઇને લઈ જવાનું કહેતા હોઇ, તે બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે પ્રવીણસિહે તેમની ફરિયાદમાં તેમના ભત્રીજા નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજિતસિંહ મકવાણા તથા અશ્વિનભાઈ ઉર્ફે લાલાભાઇ અજીતસિંહ મકવાણાએ તેમને નવું બાંધકામ તોડવા જતા અટકાવતા કાકા પર કોદાળા તથા લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હોવા બાબતની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવી હતી.

જ્યારે આ ઘટનામાં બીજી ફરિયાદમાં હરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે તેમના પિતાની માલિકીની જમીનમાં તેમના કાકા પ્રવિણસિંહ મકાન બનાવી રહ્યા છે, તેના નીચેથી તેમની પાણીની પાઈપલાઈન લઈ જવાનું કહેતાં તેના કાકા પ્રવિણસિંહે ના કહી ભત્રીજાને ગાળો બોલીને લાકડીનો સપાટો માથાના ભાગે મારી દેતા લોહી નીકળ્યું હતું. નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનાભાઇ અજીતસિંહ મકવાણાએ તેના કાકા પ્રવિણસિંહ ડાયાભાઈ મકવાણા, વિશ્વજીતસિંહ પ્રવિણસિંહ મકવાણા અને ઉષાબેન પ્રવીણસિંહ મકવાણા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ કોવિડ સ્મશાનમાં ગેલાની કૂવા સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન અપાયું.

ProudOfGujarat

નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં માછી સમાજ દ્વારા આધુનિક ગેસ સગડીનાં નિર્માણ અર્થે રૂ.1,65,201/- નું માતબર દાન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!