Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજશ્રી પોલીફીલ તેમજ સેવા રૂરલ ઝધડિયા આયોજિત શિબિરમાં આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું.

Share

રાજશ્રી પોલીફીલ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલી બી.કે. બિરલા ગ્રુપની કંપની છે. કંપની સમયાંતરે વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરતી રહેતી હોય છે. રાજશ્રી પોલીફીલ કંપની તથા સેવા રૂરલ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨/૦૧/૨૦૨૦ ના રોજ રાજપારડી મુકામે આવેલ શ્રીમતિ ડી.પી.શાહ વિદ્યામંદીર ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રાજપારડી તથા આજુબાજુના ગામોના કુલ ૩૧૮ દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો. કુલ ૫૯ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા અને કુલ ૨૧ દર્દીઓને ઝગડિયા મુકામે ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કુલ ૧૨૯ નંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તથા ૨૦ લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ આર્યુવેદિક દવાખાનાં દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં અગ્નિતાંડવ : યુપીએલ કંપનીમાં આગ લાગતા પાંચ કામદારો દાઝયા, એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં સોડગામ માંથી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!