Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનાં બજારો તા.૧૫ થી તા.૧૮ સુધી સદંતર બંધ રાખવામાં આવશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યુ હોય, આજે ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. રાજપારડીના કાર્યકારી સરપંચ પી.સી. પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલાએ એક જાહેર નિવેદનમાં તા.૧૫ મી એપ્રીલને ગુરુવારથી લઇને તા.૧૮ મી એપ્રીલને રવિવાર સુધી ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખીને વેપારીઓને પૂરો સહયોગ આપવા જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે વિશ્વ વ્યાપી કોરોન‍ા મહામારીએ ગ્રામ્ય વિસ્તારોનો પણ ભરડો લીધો છે, ત્યારે ગ્રામીણ સ્તરે પણ વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર ચાંપતા પગલા ભરી રહ્યુ છે. મળતી વિગતો મુજબ રાજપારડી નગર ઉપરાંત પંથકના ગામોમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ હોવાની વિગતો સામે આવી છે. રાજપારડી ગ્રામ પંચાયત દ્વારા ચાર દિવસ સુધી નગરના બજારો સંપૂર્ણપણે બંધ રાખવા બાબતે ગામમાં ટ્રેકટર ફેરવીને જાહેર એલાન કરવામાં આવ્યુ હતુ. ગ્રામ પંચાયતની અપીલને ગામના નાનામોટા વેપારીઓએ વધાવી લઇને સહકાર આપવા ખાત્રી આપી હતી. રાજપારડીની આસપાસના ગામોમાં ચાર દિવસ રાજપારડી બંધ રહેવાનું હોવાની ખબર ફેલાતા ગ્રામિણ જનતા જરૂરી વસ્તુઓની ખરીદી કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજપારડી પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણને અનુલક્ષીને રાજપારડી આરોગ્ય વિભાગ દ્વારા જનતાને જરૂરી સલાહ અને સુચનો આપવામાં આવ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

જંબુસર પાદરા રોડ ઉપર વડુ ગામ પાસે વિદ્યાર્થોએ બસ રોકી ચક્કાજામ કર્યો.

ProudOfGujarat

દહેજ પંથક માંથી એલ.સી.બી ભરૂચે વિદેશી દારૂનો જથ્થો ઝડ્પ્યો…

ProudOfGujarat

રાજસ્થાનમાં ગેંગવોર : હોસ્પિટલમાં ધોળા દિવસે ફાયરિંગ થતાં બે મહિલાઓ ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!