Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં ગોવાલી નજીક નર્મદામાં નહાવા પડેલ ૧૪ વર્ષનાં કિશોરનું ડૂબી જતાં મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી નજીક નર્મદામાં ડુબી જતા એક કિશોરનું મોત નીપજ્યુ હતુ. આ અંગે મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના મીરાનગર ભરવાડ ફળીયામાં રહેતા ભરત મીઠાભાઇ મારૂ ઉંમર વર્ષ ૧૪ તથા લવઘણ સારાભાઈ ભરવાડ અને ગોપાલ સાજનભાઈ સિંધવ ગઇકાલે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બેટ ખાતે ફરવા માટે ગયા હતા. ગોવાલી બેટ ખાતે ફરવા ગયેલા પૈકી ભરત તથા ગોપાલ નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન નર્મદામાં નાહી રહેલા ભરત તથા ગોપાલ ડુબવા લાગ્યા હતા. ડુબી રહેલા બે પૈકી ગોપાલને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે ભરતનો કોઈ પતો મળ્યો ન હતો. નર્મદામાં ડૂબી ગયેલ ભરતની શોધખોળ કરવામાં આવી હતી, પણ તેનો કોઇ પતો મળ્યો ન હતો. ઘટનાના ૧૨ કલાક બાદ ભરત મીઠાભાઇ મારૂનો મૃતદેહ આજે વહેલી સવારે ગોવાલી બેટ ખાતેથી મળી આવ્યો હતો. ૧૪ વર્ષીય ભરત નામનો કિશોર ડુબી જવાની ઘટના બાબતે રાજુભાઈ છેલાભાઈ ભરવાડ રહે. સારંગપુર અંકલેશ્વર નાએ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોની હેલી, મુખ્યમંત્રીનાં હસ્તે ૭૦૫ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરમાં આવેલ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો તથા ઇમારતો માટેની મુલાકાત યોજી તેનું મહત્વ સમજાવવા હેતુસર આજરોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરતાં પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!