Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા જેસીઆઈ દ્વારા એન્જોય યોર એક્ઝામ વિષય પર સંવાદ યોજાયો.

Share

ઝઘડીયા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- જેસીઆઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તે નિમિત્તે વિદ્યાર્થીઓમાં પરીક્ષા બાબતનો ભય દૂર થાય અને તેઓ સ્વસ્થ મને પરીક્ષા આપી શકે અને સારું પરિણામ મેળવી શકે તે સંદર્ભમાં એક મોટીવેશનલ લેક્ચરનું આયોજન ઝઘડિયા ખાતે એપીએમસીના હોલમાં કરવામાં આવ્યુ હતું.

વક્તા તરીકે અંકિતભાઈ પટોડીયાએ અત્રે ઉપસ્થિત ૭૦ થી વધુ વિધાર્થીઓને બોર્ડની પરિક્ષાનુ મહત્વ સમજાવીને માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે જેસીઆઈના ઝોન વાઇસ પ્રેસિડન્ટ ચિત્રાંગભાઇ સાવલિયા, ઝઘડિયા લોમના પ્રેસિડેન્ટ પ્રતિક પટેલ તથા ઝઘડિયા જેસીઆઈના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના વઢવાણા અને રાજપારડી ગામે શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ કેપિટલ લિમિટેડે નિર્મલ કિશોરને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા

ProudOfGujarat

દારૂ સામે પોલીસે જંગ શરૂ કરતા બુટલેગરો ભુગર્ભમાં : બ્લેક માર્કેટમાં દારૂના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!