Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માટે નવું બાંધકામ કયારે થશે ?

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર વિવિધ ધંધા રોજગારથી ધબકતું નગર છે. પાછલા દસ વર્ષો દરમિયાન નગરે ધંધાકીય વિકાસ બાબતે હરણફાળ ભરી છે. નગરના વિકાસને અનુરૂપ સુવિધાઓ વિકસાવવાની જરૂર જણાય છે. આરોગ્ય વિષયક સેવાઓ માટે નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ્યાં બેસે છે તે મકાન જરૂર કરતા નાનુ છે. દવાખાના માટે અન્ય જગ્યાએ નવુ બાંધકામ કરવાની જરૂર જણાય છે. રાજપારડી નગર તેની આસપાસના ઘણા ગામો સાથે ધંધાકીય સંબંધોથી જોડાયેલુ હોવાથી આ ગામોની જનતા પણ વિવિધ સેવાઓની સાથે સાથે આરોગ્ય વિષયક સેવાઓ માટે પણ રાજપારડી પર આધાર રાખે તે સ્વાભાવિક બાબત ગણાય.

મળતી વિગતો મુજબ આગળ દવાખાના માટે જગ્યાની ફાળવણી થઇ હતી. ઉલ્લેખનીય છે કે સરકારી દવાખાનું જો મુખ્ય ધોરીમાર્ગ નજીક હોય તો દર્દીઓને આવવા જવામાં સુગમતા રહે. રાજપારડીની ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથકોમાં ગણના થાય છે. રાજપારડીની આજુબાજુના ગામોની વસતિ મહદઅંશે આદિવાસી અને ગરીબ જનતા છે. ગરીબ જનતાને નાનીમોટી બિમારીઓમાં ઘર આંગણે આરોગ્ય વિષયક સેવાઓ મળે તો ભરૂચ અંકલેશ્વર સુધી દોડવું ના પડે. વધુમાં જાણવા મળ્યા મુજબ ઝઘડીયા તાલુકામાં ઘણા આરોગ્ય કેન્દ્રોમાં એક જ તબીબ પાસે એક કરતા વધારે દવાખાનાનો ચાર્જ છે. ઉપરાંત અન્ય કર્મચારીઓ પણ એક કરતા વધારે દવાખાનાનો ચાર્જ સંભાળે છે, ત્યારે અહિં સવાલ એ ઉભો થાય છે કે એક જ વ્યક્તિ એક જ સમયે એક કરતા વધારે જગ્યાના દર્દીઓને કેવી રીતે સંભાળી શકે ? ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ જનતા માટે સરકારી આરોગ્ય કેન્દ્રો બનાવાય છે. પરંતુ જરૂરી સ્ટાફ સુવિધાઓના અભાવે આવા સરકારી દવાખાના દર્દીઓને અસરકારક સેવાઓ આપવામાં ઉણા ઉતરતા દેખાય છે. રાજપારડી નગર અને તેની આજુબાજુના ગામોની જનતાને સઘન આરોગ્ય વિષયક સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ બનાવવા અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન જગ્યાએ સ્થળાંતર કરીને સ્ટાફ સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે કાર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર : મહિલાનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!