Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ત્રણ રસ્તા પર પેપર વાંચતા ઇસમનાં ખિસ્સામાંથી રૂ.દસ હજારની ચીલ ઝડપ…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના ત્રણ રસ્તા પર એક ઇસમના શર્ટના ઉપરના ખિસ્સામાંથી કોઇ ગઠિયો રૂ.દસ હજારની ચીલઝડપ કરીને ભાગી ગયો હોવાની ઘટના બનવા પામી છે.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ચૌહાણ નિવૃત્ત હોઇ, તેમના પેન્શનની રકમ બેન્ક મારફતે આવે છે. તા.૩ ના રોજ તેઓ પેન્શનના પૈસા ઉપાડવા ઝઘડીયા આવ્યા હતા. ઝઘડીયા કુમારશાળા નજીકના એક બેન્ક એટીએમમાંથી રૂ.દસ હજાર ઉપાડીને તેઓ ઘેર જવા માટે ઝઘડીયા ત્રણ રસ્તા પર આવ્યા હતા. બસની રાહ જોતા તેઓ ત્રણ રસ્તા પરના બસ સ્ટેન્ડની પાળી ઉપર બેસીને પેપર વાંચતા હતા ત્યારે કોઇ ચોર ઇસમ તેમના શર્ટના ઉપરના ખિસ્સામાંથી રૂ.દસ હજારની ઉઠાંતરી કરીને ભાગી ગયો હતો. આ અંગે તેમણે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ટ્રાફિક ભંગ કરનારાઓને ચેતવણી : ટ્રાફિક-પોલીસે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપ મશીન ખરીદ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટી ખાતે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 3 ઈસમોની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠ નર્સિંગ કોલેજમાં 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન મળતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!