ભરૂચ જિલ્લામાં ઝધડીયા વાલીયા અંકલેશ્વર તાલુકાના ગામોમાં શેરડીના ખેતરોમાં તેમજ જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દિપડા દેખાતા લોકો ભયના કારણે સંભાળી રહ્યા છે અને હમણાં સુધીમાં વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા છે અને દીપડાને ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે શેરડીના ખેતરમાંથી બાળકને ખેંચી જઈ હુમલો કરી દીપડાએ આતંક મચાવ્યા બાદ ઠેરઠેર પાંજરા મુકવામાં આવી રહ્યા છે. જેમાં બે દિવસ પહેલાં જ ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે દીપડો દેખાતા ખેતરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોને જાણ થતા ગામજનો દોડી આવ્યા હતા અને હાશકારો અનુભવ્યો હતો.
જ્યારે વનવિભાગને જાણ કરતાં તેઓ દ્વારા દીપડાનો કબજો મેળવી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે.
Advertisement