Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સ્ટેટ બેંકનાં સિક્યુરિટી કર્મચારી કોરોના પોઝિટિવ થતાં શાખા બે દિવસ બંધ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકા મથક હોવાથી લોકોની આવન-જાવન રહે છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે. એક તરફ જિલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણમાં વ્યસ્ત છે ત્યારે કોરોનાના સંક્રમિત કેસોમાં પણ ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. આજરોજ ઝઘડિયા સ્ટેટ બેન્ક શાખામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સોમવાર અને મંગળવાર બે દિવસ શાખા બંધ રાખવામાં આવી છે. બુધવારથી શાખા રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, તેમ જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા-ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થઈ રહયો છે વધારો..

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ કોવિડનાં દર્દીઓની મુલાકાત લઈ તાત્કાલિક સારવાર આપવા સિવિલ હોસ્પિટલનાં RMO સમક્ષ માંગણી કરી…

ProudOfGujarat

અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે એક યુવાને લગ્નની પીઠીની હાલતમાં મતદાન કર્યું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!