ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાના સરસાડ ગામે પાંચ ખેડૂતોના ખેતરોમાં સિંચાઈ માટેના સાધનો કોઇએ તોડી નાંખીને લાખો રૂ. નું નુકશાન કર્યુ છે. આ ખેડૂતોએ કેળાના પાક માટે સિંચાઈના કામ માટે ફીટ કરાવેલ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમને નુકસાન કરવાના ઈરાદે કોઇએ તોડી નાંખતા મોટું નુકસાન થયુ હતું.
મળતી વિગતો મુજબ સરસાડ ગામના વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડાના ખેતરમાં રૂ. ૬૦,૦૦૦ નું નુકસાન, રવિરાજસિંહ પ્રવિણસિંહ ખેરના ખેતરમાં રૂ. ૬૦,૦૦૦ જેટલું નુકસાન, સંદીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલના ખેતરમાં રૂ. ૨૫,૦૦૦ જેટલું નુકસાન, દિવ્યજીતસિંહ જયેન્દ્રસિંહ પાંજરોલિયાના ખેતરમાં રૂ.૬૦,૦૦૦ રૂપિયાનું નુકસાન તથા કિશોરસિંહ કનકસિંહ વાંસદિયાના ખેતરમાં આશરે ૩૦૦૦ રૂપિયા જેટલું નુકસાન થતાં કુલ રૂ.બે લાખ ઉપરાંતનું નુકસાન કોઈ ઈસમે કર્યુ હતુ. ખેડૂતોને નુકસાન કરવાના ઈરાદે આ તોડફોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ખેડૂતોના થયેલા નુકસાન બાબતે વિક્રમસિંહ પ્રતાપસિંહ મહીડા રહે સરસાડ તા.ઝઘડિયાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડિયાનાં સરસાડ ગામે પાંચ ખેડૂતોનાં ખેતરમાં સિંચાઈ સાધનોની તોડફોડ.
Advertisement