Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ધૂળેટી પર્વ મનાવવા તેના મિત્રો સાથે ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે માધીયાની નહેરવાળા નર્મદાના પ્રવાહવાળા પટમાં નાહવા માટે ગયો હતો. આ યુવક બધા મિત્રો સાથે નર્મદામાં નહાવા પડ્યો હતો. નદીમાં સ્નાન કરી રહેલ આ યુવક નદીમાં ઉંડા ખાડામાં ડુબી ગયો હતો. નદીમાં ડુબી ગયેલ યુવકને શોધવા તેની સાથેના મિત્રોએ પ્રયત્નો કર્યા હતા, પણ યુવક બચી શક્યો નહતો. નદીમાં ડુબી ગયેલ દર્પણનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતાં ઝઘડીયા પી.આઇ વસાવાએ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. શોધખોળ બાદ નદીમાં ડુબેલ યુવકનો મૃતદેહ મળ્યો હતો. ધુળેટીના દિવસે બનેલ આ કરુણ બનાવથી તાલુકામાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં રીક્ષાચાલકો માટે હવે યુનિફોર્મ ફ૨જિયાત.

ProudOfGujarat

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિ યુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા…

ProudOfGujarat

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!