Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જૈન દેરાસર ખાતે શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પધરામણી થઇ.

Share

ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ અને મીની પાલીતાણા તરીકે પ્રખ્યાત એવા ઝઘડીયા જૈન તીર્થ શ્રી આદિનાથ જૈન દેરાસર ખાતે શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ શ્રમણ વૃંદની પાવન પધરામણી થઇ છે.

આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના ૧૩૭ માં જન્મદિન નિમિત્તે ગુણોત્સવ કિર્તન કરતા પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે તીર્થંકરો ગણધરો અને વિશિષ્ટ કોટિના મહાપુરુષોનો જન્મોત્સવ ઉજવાતો હોય છે.જૈન શાસનમાં શિરમોર કક્ષાના સુવિશુદ્ધ સંયમી અને બ્રહ્મચર્ય સમ્રાટ એટલે પ્રેમ સૂરીશ્વરજી મહારાજા.તેઓની જન્મભુમી રાજસ્થાનના પિંડવાડા પાસે આવેલા નાંદિયા ગામ છે. મહાપુરુષોના જીવન ઉચ્ચ કક્ષાના હોય છે. સંયમ, સેવા, સ્વાધ્યાય અને સમર્પણ એ એમના જીવનના સદગુણો હતા. જન્મથી જ તેઓ ત્યાગી અને વૈરાગી હતા. તેમના પિતાશ્રી ભગવાનભાઈ એ કર્મભૂમિ તરીકે વ્યારા ને પસંદ કર્યું હતું. સાધુ-સંતોના સત્સંગથી પ્રેમચંદ વૈરાગ્યની પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. સદગુરુની શોધમા વ્યારાથી સુરત પગપાળા ગયા હતા. સુરતથી પાલીતાણા ટ્રેનમાં પહોંચીને દાન સૂરિજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કરી પ્રેમ વિજયજી બન્યા હતા. તેઓના નિર્મળ જીવનને કારણે સેંકડો શ્રમણ તેમની ઓરા સર્કલમાં રહેતા હતા. જ્યારે તેઓ પ્રેમસૂરીશ્વરજી મહારાજા બન્યા અને સદગુરૂએ સમુદાયની ધૂરા સોંપી ત્યારે માત્ર ૪૦ થી ૫૦ શ્રમણો હતા,અત્યારે ૧૫૦૦ શ્રમણો છે. આજીવન મીઠાઈ ડ્રાયફુટ ફરસાણ અને ફ્રુટ ના ત્યાગી હતા. મોટાભાગે સંયમ જીવનમાં એકજ ટાઈમ ભોજન (એકાસણું) કરતા. જે વસ્તુમાં રાગ થાય તેનો તેઓશ્રી ત્યાગ કરતા હતા. કર્મ સાહિત્યમાં તેઓશ્રીએ સુંદર સર્જન કર્યું છે. ગુજરાતી વાંચન છાપા, મેગેઝીન, જીવનભર માટે ત્યાગ હતો. દાળ રોટલીના બે જ દ્રવ્યોથી માત્ર પાંચ કે સાત મિનિટમાં એકાસણું કરતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરાનો ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના વાડી ગામની પરણીતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

અમદાવાદ : AMTS માં આવનારી 50 નવી ઈ-બસ બીઆરટીએસના ધારા ધોરણ મુજબ દોડાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!