Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાનાં રાણીપુરા ગામે ધોરીમાર્ગ સુધી સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની ઘણી કંપનીઓ દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર હેઠળ શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય જરૂરિયાત મુજબની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે છે. જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક કંપની દ્વારા રાણીપુરા ગામે સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ પરથી ગામને જોડતા માર્ગ પર આ ઔધોગિક કંપની દ્વારા ૨૭ જેટલા વીજ પોલ ઉભા કરીને રાણીપુરા ગામને‌ રોશનીથી ઝળહળતુ કરાતા રાત્રી દરમિયાન આવજાવ કરવામાં ગ્રામજનોને સુંદર સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત વર્ધમાન કંપની દ્વારા રાણીપુરાની જર્જરીત આંગણવાડી નવી બનાવી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે વર્ધમાન કંપનીના કે.વી. પટેલ, જીજ્ઞેશ પરમાર, અલ્પેશ પટેલ, પ્રજ્ઞેશ સોલંકી, નિલકંઠ રાજ્યગુરૂ, સંદિપ પટેલ, અભિષેક ઠક્કર તેમજ રાણીપુરાના સરપંચ જયંતિભાઈ વસાવા, ઉપ સરપંચ પ્રજ્ઞયભાઇ પટેલ તથા અગ્રણીઓ વિઠ્ઠલભાઈ વસાવા, રાજુલભાઇ પટેલ,પત્રકાર જયશિલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

સુરત જીલ્લાનાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર માર્ગને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!