Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેસીઆઇ ભરૂચ અને શ્રી આરોગ્ય વર્ધક મંડળ અવિધાના સંયુકત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. અવિધા ગામે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. કુમારપાલ ગાંધી બ્લડ બેન્ક અંકલેશ્વર દ્વારા શિબીરનું સંચાલન કરવામાં આવ્યું હતુ.

અત્રે આયોજિત રક્તદાન શિબિરમાં કુલ ૩૩ યુનિટ રક્ત એકત્ર થયુ હતું. આ રક્તદાન શિબિરમાં અવિધાના કિરિટભાઇ પટેલ, ધ્રુપલ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઇ ભરૂચનાં પ્રમુખ જેસી જગદીશ પટેલ, જેસી જગદીશ દોસી, જેસી જાનકી પટેલ તેમજ જેસી મેમ્બરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવિધ નાનીમોટી બિમારીઓ દરમિયાન દર્દીઓને લોહી આપવાની જરૂર ઉભી થતી હોય છે, ત્યારે રક્તદાન શિબિરો દ્વારા એકત્ર થયેલ રક્ત આવા દર્દીઓ માટે ઉપયોગી થતું હોય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની લાગણી…

ProudOfGujarat

સિદ્ધિકા શર્માએ તેના મ્યુઝિક વીડિયો ‘તેરે લાયી’ માં સુંદર રીતે દર્શાવ્યું છે કે એસિડ અકસ્માતનો ભોગ બનેલા લોકો પણ પ્રેમને પાત્ર છે.

ProudOfGujarat

રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!