Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું.

Share

દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલમાં કોરોનાની બીજી લહેર ઝડપભેર ફેલાઈ રહી છે, ત્યારે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિનનો ડોઝ દેશના તમામ નાગરિક સુધી પહોંચી શકે તે માટે સરકાર દ્વારા મહા અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ સંદર્ભે આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ગોવાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અત્રે આયોજિત કોરોના વેક્સીનના કાર્યક્રમના પહેલા દિવસે રાણીપુરા ગામના ૫૦ થી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. રવિવાર હોવા છતાં ગોવાલી પી.એસ.સી દ્વારા કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વધુમાં જાણવા મળ્યા મુજબ સોમવારે પણ કોરોનાનું વેકસીનેશન ચાલુ રહેશે. ત્રણ દિવસ ચાલનારા વેકસીનેશનના કાર્યક્રમમાં રાણીપુરા ખાતે વેકસીન પ્રત્યે સારો‌ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

આજે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર, ચંદ્રયાન-3 ની લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

સુરત મનપાના ફાયરબ્રિગેડે ઈનોવેટિવ આઈડીયાથી બનાવેલી ત્રણ સેનિટાઈઝ કેબિન હોસ્પિટલ બહાર મુકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!