ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામે વિશ્વ ટીબી દિવસ અંતર્ગત ઝઘડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોને ટીબી વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં ટીબીના રોગના લક્ષણો, તેની સારવાર અને યોગ્ય પોષણ યોજના સંબંધી તેમજ વિવિધ સરકારી લાભો વિષે માહિતી આપવામાં આવી હતી.
આયોજિત કાર્યક્રમમાં મોટાસાંજાના ગ્રામજનો, સરપંચ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાનમાં જિલ્લા નીક્ષય કેન્દ્ર ભરૂચ ખાતેના યોગેશભાઈ તેમજ ઝઘડીયા તાલુકા ટીબી સુપરવાઇઝર સંદીપભાઈ, દિલીપભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય કાર્યકર આશા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ