Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા પોસ્ટ ઓફિસનાં અંધેર વહિવટનાં કારણે ગ્રાહકોને હાલાકી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસના કાયમી ગ્રાહકોનાં પાંચ વર્ષ પહેલા લીધેલા એનએસસી સર્ટીફિકેટ હાલમાં તેની પાકતી તારીખે ઝઘડિયા પોસ્ટની સિસ્ટમમાં નહીં બતાવતા હોઇ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ૫૦ થી વધુ ગ્રાહકોના લાખો રૂપિયા પોસ્ટના ગેરવહીવટના કારણે સલવાયા હોવાની બાબત સામે આવી છે. છેલ્લા એક માસથી ગ્રાહકો ઝઘડિયા પોસ્ટ તેમજ ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસના ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ કોઇ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

મળતી વિગતો મુજબ ઝઘડિયા પોસ્ટ ઓફિસના કાયમી ગ્રાહકો પોસ્ટની વિવિધ યોજનાઓનો લાભ લેતા હોય છે. ગત ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૬ ની સાલમાં પોસ્ટના રેગ્યુલર ગ્રાહકોએ તે સમયે એનએસસીમાં રોકાણ કર્યું હતું અથવા અગાઉના એનએસસી સર્ટીફિકેટને રીન્યુ કરાવ્યા હતા. ઝઘડિયા પોસ્ટ દ્વારા ગ્રાહકને જવાબદાર પોસ્ટ અધિકારીની સહી સિક્કા કરી સર્ટીફીકેટ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૬ માં લીધેલા એનએસસી સર્ટીફિકેટ ફેબ્રુઆરી, માર્ચ ૨૦૨૧માં પાકતા હોઇ ગ્રાહકો છેલ્લા એક માસથી પોતાના પાકેલા સર્ટીફીકેટના નાણા મેળવવા અથવા તેને રીન્યુ કરવા માટે ઝઘડિયા પોસ્ટના ધકકા ખાઇ રહયા હોવાની વાતો જાણવા મળી છે. ઝઘડિયા પોસ્ટના જવાબદાર અધિકારીઓ દ્વારા ૨૦૧૬ માં લીધેલા એનએસસી સર્ટીફિકેટ બાબતે હાથ અધ્ધર કરી એવું જણાવાય છે કે તમારા સર્ટિફિકેટ કોમ્પ્યુટર ડેટામાં બતાવતા નથી, જેથી ૫૦ થી વધુ ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા છે. પોસ્ટમાં વધુ પુછતાછ કરતા તેઓ જણાવે છે કે જે તે સમયે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા ત્યારે પોસ્ટ દ્વારા તે સર્ટિફિકેટ ઓનલાઈન કરવામાં આવ્યા નહીં હોઇ તેથી પાકતી તારીખે તે કોમ્પ્યુટર ડેટામાં બતાવતા નથી. ઝઘડિયા પોસ્ટ દ્વારા એનએસસી સર્ટીફિકેટ ધારકોને એમ જણાવવામાં આવે છે કે તમારા સર્ટિફિકેટ કોમ્પ્યુટર ડેટામાં જણાતા નથી, જેથી તમે એક એપ્લિકેશન આપો જેથી ગ્રાહકો પાસેથી ઝઘડિયા પોસ્ટના અધિકારીઓ દ્વારા ગ્રાહકોની કોઈ ભૂલ નહીં હોવા છતાં અને પોસ્ટની ભૂલ હોવા પછી પણ ગ્રાહકો પાસેથી અરજી મંગાવવામાં આવે છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. પોતાના નાણાં જલ્દી પરત આવી જાય તેવી લાલચમાં ગ્રાહકો દ્વારા એપ્લિકેશન આપવામાં આવે છે. પરંતુ તેને પણ ઘણા દિવસો થઈ ગયા હોવા છતાં પાકતી તારીખના એનએસસી સર્ટીફિકેટની રકમ ગ્રાહકના ખાતામાં જમા થઈ નથી. આ બાબતે ગ્રાહકો દ્વારા ભરૂચ મેઈન પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવામાં આવતા ત્યાંથી પણ યોગ્ય જવાબ મળતો નથી એવી વાતો સામે આવી છે. કેટલાક ઇન્કમટેક્ષ ભરનારા ગ્રાહકોને તો માર્ચ માસમાં એનએસસી રિન્યુ કરી ઇન્કમટેક્સમાં બતાવવાના હોય છે. પરંતુ પોસ્ટ દ્વારા તે રીન્યુ કરવામાં આવ્યા નથી તો તેને કેવી રીતે બતાવી શકે તે બાબતે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં મકાનમાં આગ લાગતાં ઘરનો સામાન બળીને ખાખ

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા તથા થરાદમાં “સુપોષણ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!