Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાના ઔદ્યોગિક એકમ દ્વારા બે પ્રાથમિક શાળાઓને અદ્યતન ઓરડાઓની સગવડ અપાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના બે ગામોની પ્રાથમિક શાળાઓને ઝધડીયા જીઆઇડીસીની બિરલા સેન્ચુરી નામની કંપની દ્વારા દસ અદ્યતન ઓરડાઓની સુવિધા પુરી પાડવામાં આવી.પ્રાપ્ત માહિતી મુજબ ઝધડિયા તાલુકાના ફૂલવાડી ગામે ૪ અને કપલસાડીમાં ૬ ઓરડાઓ આ ગામોની પ્રાથમિક શાળાઓમાં સીએસઆર ફંડમાંથી બનાવવામાં આવ્યા.ઝધડિયાના ફૂલવાડી અને કપલસાડી ગામની પ્રાથમિક શાળાઓમાં આ ઔધોગિક એકમ દ્વારા કુલ ૧૦ અદ્યતન ઓરડાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સુવિધારૂપે બનાવી આપવામાં આવ્યા છે.જે અંતર્ગત કપલસાડી ગામે ૬ અને ફૂલવાડી ગામે ૪ ઓરડા બનાવાયા છે. ફૂલવાડી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલનું કામ પણ કંપની દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના કેટલાક અંતરિયાળ ગામડાઓમાં હજી સુધી કેટલીક પ્રાથમિક શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં છે. કેટલીક શાળાઓમાં ઓરડાઓતો હોય છે પરંતુ ઘણા ખરામાં યોગ્ય સુવિધાનો અભાવ હોવાની લોક લાગણી જોવા મળે છે. ઝધડિયા જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો દ્વારા તેમના સીએસઆર ફંડનો આવા વિસ્તારના ગામોમાં ખાસ કરીને શિક્ષણ પાછળ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આદિવાસી વિસ્તારના ગામોમાં બાળકોનું શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધે તેવા શુભ આશયથી સીએસઆર ફંડનો ઉપયોગ થઇ રહ્યો છે. ઝધડિયા જીઆઇડીસીની બિરલા સેન્ચુરી દ્વારા શિક્ષણ પાછળ તેના સીએસઆર ફંડનો ઉપયોગ થઇ રહ્યો છે. કંપની દ્વારા આ ગામોમાં બનાવાયેલ ઓરડાઓનું લોકાર્પણ કરાતા ગ્રામજનોએ ખુશી અનુભવી હતી.આ પ્રસંગે કંપનીના સીઓઓ એસ.કે.મોહંતી, કંપનીના અધિકારીઓ, કપલસાડી, ફૂલવાડી ગામના સરપંચ, સભ્યો તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ગ્રામજનોએ સુવિધારૂપ ઓરડાઓની સવલત મળતા વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે રુચિમાં વધારો થશે અને શિક્ષણનો વ્યાપ વધશે તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો આવ્યો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

સુરત શહેરમાં ફરી એકવાર એક નિર્દોષની ધાતકી હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

કોરોના સામે એર્લટ : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!