Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રક ચાલકને માર મારી લુંટ કરનાર આરોપી ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ત્રણેક દિવસ પહેલા સુરતનાં એક ટ્રેલર ચાલકને માર મારીને તેની પાસેથી રૂ.વીસ હજાર લુંટીને પાંચ ઇસમો ફરાર થઇ ગયા હતા. રાજપારડી પી.એસ.આઇ જે.બી.જાદવે પોલીસ જવાનોની ટીમો બનાવીને લુંટ કરનાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી દરમિયાન પોલીસે રાજપારડી ચાર રસ્તા ખાતે ગોઠવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસીને આ ગુનામાં સંડોવાયેલા મનાતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા.

આ ક‍ામે પોલીસે આ ગુનામાં વપરાયેલ બે મોટરસાયકલ તેમજ લુંટાયેલ રૂ.વીસ હજારની કિંમતની ચલણી નોટો સહિત રવિન્દ્રભાઇ ઉર્ફે ભયો ભીમાભાઇ વસાવા, રહે.પ્રતાપનગર જિ.નર્મદા, સુરજભાઇ ઉર્ફે કાળિયો શીતલભાઇ વસાવા રહે.ગામ પ્રતાપનગર જિ.નર્મદા, મિથુનભાઇ ઉર્ફે મિઠ્યા શીતલભાઇ વસાવા રહે.પ્રતાપનગર, સુરેશભાઇ ભુરાભાઇ વસાવા રહે.જુના રાજુવાડીયા જિ.નર્મદા અને કિશનભાઇ પ્રભાતભાઇ વસાવા રહે. ભિલવાડા જિ.નર્મદાને હસ્તગત કરીને કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી. રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર માધુમતિ નદીના પુલ નજીક થયેલ આ લુંટની ઘટનાનો ભેદ રાજપારડી પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાંખ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદ્રા ગામમાંથી છ જેટલા નવયુવાનો ગતરોજ અમરનાથ યાત્રા દર્શન માટે ઉપડયા હતા.

ProudOfGujarat

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

શહેરના ખાડા મુદ્દે ભરૂચ નગરપાલિકા સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, લોકો બોલ્યા ચંદ્રયાન 3 એ જાહેર કરી પ્રથમ તસ્વીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!