Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં રાણીપુરા પાસે ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા અને ગુમાનદેવ ગામ પાસે ગઇકાલે રાત્રિ દરમિયાન એક દિપડાને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દિપડાને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત દિપડાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બે વર્ષ જેટલી ઉંમરનો જણાતા આ બાળ દિપડાનું માર્ગ ઓળંગતી વખતે કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મોત થયુ હોવાનું મનાય છે. દિપડાનાં અકસ્માતની જાણ ઝઘડીયા વનવિભાગને થતા ઝઘડીયા આર.એફ.ઓ.વિજયભાઇ તડવી તેમજ રાજપારડી ફોરેસ્ટર મહેશભાઇ વસાવાએ વનવિભાગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દિપડાના મૃતદેહનો કબ્જો લીધો હતો તેમજ દિપડાના મૃતદેહનું પી.એમ.કરાવ્યુ હતું. અકસ્માતમાં મરણ પામનાર દિપડાના મૃતદેહને નિયમોના પાલન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને નાસી જનાર અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝઘડીયા આર.એફ.ઓ.વિજયભાઇ તડવીએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે અકસ્માતમાં મોતને ભેટનાર બાળ દિપડો બે વર્ષ જેટલી ઉંમરનો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાની સીમમાં દિપડાઓ વસવાટ કરે છે. આ દિપડાઓ સાંજના સમયે ખોરાકની શોધમાં નીકળતા હોય છે અને અવારનવાર મુખ્ય ધોરીમાર્ગ ક્રોસ કરતા હોય છે. આ બાળ દિપડાનું માર્ગ ક્રોસ કરતી વેળાએ કોઇ અજાણ્યા વાહનની ટક્કરે મોત થયુ હોવાનુ અનુમાન થઇ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થાય છે. શેરડીના ખેતરોમાં દિપડાઓને રહેવામાં સુગમતા રહેતી હોવાનું મનાય છે. શેરડીની ક‍ાપણી થવાના સમયે દિપડાઓ પોતાના નવા આશ્રય સ્થાનોની શોધમાં નીકળતા હોવાનું પણ મનાય છે. પ્રાથમિક વિગતો અનુસાર ઝઘડીયા તાલુકામાં હાલ ૧૩ જેટલા દિપડાઓમાં માઇક્રોચીપ લગાવવામાં આવેલ છે. પરંતુ આ અકસ્માતમાં મરણ પામનાર નર દિપડાની ઉંમર નાની હોવાથી તેમાં માઇક્રોચીપ લગાવેલ નથી. દિપડામાં માઇક્રોચીપ લગાવવાથી દિપડાઓની સંખ્યામાં થતી વધઘટ, નર અને માદાની ઓળખ, દિપડો કેટલી વખત ઝડપાયો છે તેમજ કયાં વિસ્તારમાં દિપડાની વધારે હાજરી જોવા મળે છે,જેવી બાબતોની માહિતી તેની માઇક્રોચીપ દ્વારા મેળવાતી હોય છે. ભુતકાળમાં ઘણીવાર દિપડાઓ દ્વારા પાલતુ પશુઓ પર હિંસક હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

“भांगड़ा पा ले” के साथ नाचते-गाते हुए कीजिये नए साल की शुरुआत, फ़िल्म का नया पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

સ્ટ્રીટ ફન રોટલી ધમાલ ગલીનું થનાર આયોજન ભરૂચ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ ફોન નું આયોજન કરવામાં આવી રહ્યું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!