Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં રૂઢં ગામે બે ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રૂઢં ગામે રહેતા કરસનભાઈ મેઘાભાઇ દેસાઈ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કરસનભાઈ દેસાઈની રૂઢં ગામે સર્વે નંબર ૨૭૦ થી ખેતીની જમીન આવેલી છે, જે તેમના પુત્રો કનુભાઈ, વિક્રમભાઈ તથા પુત્રી સજનબેનના નામે ચાલે છે. આ જમીન કરસનભાઈએ ૩૦ વર્ષ પહેલા વેચાણ દસ્તાવેજથી લીધી હતી. આ જમીનમાં તેના ક્ષેત્રફળમાં તેમને શંકા જતા તેમણે ડી.આઇ.એલ.આર કચેરી ભરૂચ ખાતે જમીન માપણી માટે અરજી કરી હતી.

ગત તા. ૧૮.૬.૨૦ ના રોજ કરસનભાઈની જમીનની માપણી થઇ હતી, જેમાં કેટલીક જમીન પર ગામના પ્રવીણભાઈ મકવાણા, ચંદુભાઈ મકવાણા દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાનુ જણાયુ હતુ. આ બાબતે કરસનભાઈએ તેમને જણાવતાં તેમણે તમારાથી થાય તે કરી લેજો આ જમીન મારી છે, તેમ કહીને ઝઘડો કર્યો હતો. જમીન માપણી વખતે મારેલા ખૂટ પણ તેમણે કાઢી નાંખ્યા હતા. જે બાબતે કરસનભાઈ દેસાઈએ રાજપારડી પોલીસ મથકમાં તથા ઝઘડીયા મામલતદાર તેમજ નાયબ કલેકટરને ફરિયાદ કરી હતી. ત્ય‍ારબાદ કરસનભાઈ દેસાઈએ ૮.૧.૨૧ ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ભરૂચ કલેકટરમાં અરજી કરેલ હતી. અરજી બાદ ઝઘડિયાના નાયબ કલેક્ટરે જમીનની રૂબરૂ મુલાકાત લઇને કરસનભાઈ દેસાઈ, પ્રવીણ ભાઈ મકવાણા તેમજ ચંદુભાઈ મકવાણાના જવાબ લીધા હતા. ગત તા.૧૭.૨.૨૦ ના રોજ ભરૂચ ખાતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેકટર ભરૂચ ચીટનીશ શાખા દ્વારા દબાણ કરનાર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોઇ, ફરિયાદ દાખલ કરવા રાજપારડી પોલીસને હુકમ કર્યો હતો. રાજપારડી પોલીસ દ્વારા પ્રવીણ બેચરભાઈ મકવાણા અને ચંદુભાઇ બેચરભાઈ મકવાણા બંને રહે. રૂંઢ તા. ઝઘડિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નેત્રંગ તાલુકાનાં ખેડૂતોએ સમસ્યાને લઈને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

ST વિભાગના ડ્રાઈવર અને કન્ડક્ટરો દ્વારા રુટ માં આવતી હોટલો પર બિનઅધિકૃત રીતે ST બસો રોકતા ડ્રાઈવર અને કન્ડક્ટરો સામે મુસાફરોમાં રોષ જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!