Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : બાવાગોર દરગાહના વહિવટ બાબતે દિવસેને દિવસે વધતો જતો વિવાદ હેરાનગતીના આક્ષેપ સાથે સીદી સમાજે પોલીસને આવેદન આપતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ પહાડ પર આઠસો વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલી છે.આ જગ્યાના વહિવટ માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલ દરગાહ ટ્રસ્ટ કામગીરી બજાવતું હતું.દરમિયાન થોડા સમયથી આ જગ્યાએ વહિવટ બાબતે વિવાદ ઉભો થયો છે.આ પહાડ પર વર્ષોથી ફુલ અગરબત્તી વેચતા નાના દુકાનદારોને થોડા સમય પહેલા જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.જોકે આ દુકાનદારોએ પોતે આ સ્થળે વર્ષોથી ફુલ અગરબત્તી વેચીને પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોવાની રજુઆત વકફ બોર્ડને કરી હતી.દરમિયાન હાલમાં વકફ બોર્ડ દ્વારા કાર્યરત ટ્રસ્ટને વિખેરીને વહિવટ માટે વહિવટી અધિકારીની નિમણૂક કરી હતી અને અન્ય પાંચ જેટલા સભ્યોની કમિટી બનાવી હતી.થોડા સમયથી આ સ્થળે વર્ષોથી રતનપોર ગામે રહેતા સીદી પરિવારો અને વહિવટ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે.આજરોજ રતનપોરના સીદી સમાજે પોતાને ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે રાજપારડી પોલીસ સ્ટેશને અરજી આપી હતી.અરજીમાં જણાવાયા મુજબ વકફ બોર્ડ દ્વારા કાર્યરત ટ્રસ્ટીઓને દુર કરીને વહિવટી અધિકારીની નિમણૂક કરીને ૫ સભ્યોની કમિટી બનાવી છે.વધુમાં સીદી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વહિવટ જતો રહેવાની બીકે અમને ખોટા કેસો ઉભા કરીને હેરાન કરવામાં આવે છે.વધુમાં જણાવાયા મુજબ આ સીદી પરિવારોના પૂર્વજો વર્ષો પહેલા હઝરત બાવાગોરની સાથે આવેલા ઉપરાંત આ જગ્યા સિવાય પણ હઝરત બાવાગોરના થાનકો (ચીલ્લાઓ )ઘણા સ્થળોએ આવેલા છે.ત્યાં પણ સીદી સમાજ દ્વારા તે પવિત્ર થાનકોએ સેવા કરવામાં આવે છે.આ બાબતે અગાઉના ટ્રસ્ટી ઇસ્માઇલભાઇનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે તેઓ આ બાબતમાં કંઇ જાણતા નથી એમ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે હઝરત બાવાગોરની દરગાહનું સ્થળ ૮૦૦ વર્ષોથી ભારતભરમાં એક પ્રસિદ્ધ સુફી આસ્તાના તરીકે જાણીતું છે.અને ભારતભરમાંથી નિરંતર શ્રધ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવે છે.ત્યારે યાત્રાળુવર્ગમાં લાગણી જોવા મળી રહી છે કે આ પવિત્ર સ્થળે વહિવટ બાબતે પ્રવર્તતો વિવાદ વિસ્તૃત બનવો જોઇએ નહિ.વધુમાં આ બાબતે દરગાહના મુઝાવર દાદુભાઇએ આ અખબારના પ્રતનિધિને ટેલિફોનથી જણાવ્યુકે રતનપોર ગામે આવેલ અમારા બાપદાદાની જમીનના થયેલા વિવાદને બાવાગોર દરગાહની જગ્યા સાથે કોઇ લેવાદેવા નથી.આમ આ પવિત્ર સ્થળે દિવસેને દિવસે વહિવટ સંબંધે વકરતા જતા વિવાદથી શ્રધ્ધાળુ જનતાની લાગણીને ઠેસ પહોંચી રહી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીનો બીજો ક્રમ આવતા ગૌરવ.

ProudOfGujarat

નવરાત્રિ મહોત્સવ ની આડે વરસાદની વિઘ્ન આવસે કે કેમ… ચાલતી લોકચર્ચા…

ProudOfGujarat

નેત્રંગના શણકોઇ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી ૪ આરોપીઓની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!