Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ગામનાં આઠ મતદાન મથકો પર બપોરનાં એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયું.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે આજે મતદાન યોજાઇ રહ્યુ છે, ત્યારે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ડી.પી. શાહ વિદ્યામંદિર, કન્યા શાળા અને કુમાર શાળાએ ઉભા કરાયેલા મતદાન મથકોની મુલાકાત લીધી ત્યારે ધીમેધીમે મતદાનની ટકાવારીમાં અંશતઃ વધારો થતો દેખાયો. રાજપારડીના આઠ મતદાન મથકો ઉપરાંત પંથકના કેટલાક ગામોના મતદાન મથકોએ મતદારો લાઇનમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા નજરે પડ્યા હતા. રાજપારડી ગામે કુલ આઠ મતદાન મથકોએ બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા જેટલું મતદાન થયુ હોવાની વિગતો જાણવા મળી છે. ભાલોદ ગામે મણીબેન માછી નામની વિકલાંગ મહિલાએ પણ અન્ય વ્યક્તિઓની સહાયથી મતદાન મથકે આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજપારડી પીએસઆઇ જે.બી.જ‍ાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો અને જી.આર.ડી જવાનો ફરજ બજાવતા નજરે પડયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડીયાદ વિધાનસભા વિસ્તારના હોદેદારો-કાર્યકરો સાથે સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં દેશી ગાય માટે નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતીની કીટ સહાય માટે ઓનલાઈન અરજી કરનાર ખેડૂતો માટે, ૨૨ મી ઓગસ્ટ, ૨૦૨૦ સુધીમાં જરૂરી પુરાવાઓ સાથે અરજીની નકલ જમા કરાવવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે અખાધ ગોળના જથ્થા સાથે ત્રણ વેપારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!