Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં તલોદરા ગામ નજીક કારમાંથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામ નજીક કેનાલ પાસેથી ઝઘડીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક એન્ડેવર લકઝુરિયર્સ કારમાંથી ૧.૪૦ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપી પાડયો હતો. ઝઘડીયા પોલીસે ઇંગ્લીશ દારૂની ૬૮૪ બોટલો સહિત એન્ડેવર લકઝુરિયર્સ કાર મળી કુલ રૂ. ૧૬.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સોને ફરાર જાહેર કરીને તેમને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ફરાર શખ્સોને ઝડપી પાડવા પોલીસે ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.

ઝઘડીયા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને જીલ્લામાં દારૂની હેરફેર રોકવા સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે, તે અંતર્ગત ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવા, પી.એસ.આઇ ડી.આર.વસાવા અને પોલીસ જવાનો ઝઘડીયાના તલોદરા ગામ પાસે નાઇટ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પી.આઇ વસાવાને બાતમી મળી હતી કે એક લકઝુરિયર્સ કારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી થવાની છે. બાતમીનાં આધારે એન્ડેવર લકઝુરિયર્સ કાર આવતા કારના ચાલકે પોલીસને જોતા કાર સ્થળ પર મુકી અંધારમાં ફરાર થયો હતો. પોલીસે લકઝુરિયર્સ ગણાતી આ કારની તપાસ કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂની ૬૮૪ બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે રૂ. ૧.૪૦ લાખની કિંમતના વિદેશી દારૂ તેમજ કારની કિંમત રૂ. ૧૫ લાખ મળીને કુલ રૂ. ૧૬.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કારના અજાણ્યા ચાલક અને તલોદરાના નિકેશ કુમાર જસવંતભાઇ મોદી આમ બંને શખ્સોને ઘટના બાબતે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ચુંટણી ટાણે ઇંગ્લીશ દારૂ ઝડપી પાડતા દારૂની હેરફેર કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

જંબુસર ખોડલધામ સમિતિ દ્વારા છિદ્રા ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!