ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા સી.એસ.આર અંતર્ગત ઝઘડીયા તાલુકાની વખતપરા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક સિકલ સેલ એનિમિયા રોગ જન જાગૃતિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આયોજિત કેમ્પમાં સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનના ડો. ડેક્ષ્ટર પટેલ તથા ડીસીએમ શ્રીરામ લી. કંપનીના ડો. જુનેદ જીવાએ સેવા આપી હતી. કેમ્પનો વધુને વધુ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકે તે હેતુથી ડીસીએમ શ્રીરામ લિમિટેડની સી.એસ.આર ટીમ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી આ અંગે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવેલ હતો. જેના પરિણામ સ્વરૂપે નજીકના ગામોમાંથી ૫૬ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓએ મફત દવા તેમજ નિઃશુલ્ક તપાસનો લાભ લીધો હતો. ઉપરાંત ગામની સ્વચ્છતા જાળવણીમાં મદદરૂપ થઇ શકે તે હેતુથી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા ફૂલવાડી ગ્રામપંચાયતને ગામની સ્વચ્છતા તેમજ ગ્રામ્ય લોકોના સ્વાસ્થ્યની જાળવણી હેતુથી ટ્રેક્ટર – ટ્રોલી અર્પણ કરવામાં આવ્યા હતા. સરપંચ તેમજ ગ્રામપંચાયતના સભ્યોએ ટ્રેક્ટર-ટ્રોલીની જાળવણી તેમજ ઉપયોગની જવાબદારી ઉપાડી લીધી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
ઝઘડીયા : ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વખતપુરા ગામે સિકલ સેલ નિદાન કેમ્પ યોજાયો.
Advertisement