Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે ઝઘડીયા તાલુકાનાં ગામોમાં ચુંટણી પ્રવાસ કર્યો.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને વિવિધ પક્ષો દ્વારા પોત‍ાના ઉમેદવારોનો પ્રચાર થઇ રહ્યો છે ત્યારે રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે ભાજપા ઉમેદવારો માટે ઝઘડીયા તાલુકાના કેટલાક ગામોએ ચુંટણી પ્રવાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જિલ્લા તેમજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ભાજપા ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરી હતી. ફુલવાડી, સેલોદ, તલોદરા, ખરચી તેમજ બોરિદ્રા ગામોના તેમના પ્રવાસમાં તેમની સાથે ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીએડા, અજયસિંહ પરમાર, કેતવ દેસાઇ, રવજીભાઇ વસાવા, દિનેશ વસાવા ઉપરાંત કપલસાડી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર નીરુબેન પટેલ, ધારોલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સુભદ્રાબેન વસાવા, તલોદરા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર રીનાબેન વસાવા, સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ગાયત્રીબેન માટીએડા તેમજ ગોવાલી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ચંચળબેન વસાવા જોડાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના મોરા ખાતે વેશભૂષામાં સજ્જ થઇ વાજિંત્રો ના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉજવણી

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલ સહિત 8 કેબિનેટ મંત્રીઓ લીધા શપથ, જાણો સંપૂર્ણ લિસ્ટ

ProudOfGujarat

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!