Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાજપાની પ્રચાર સભાનું આયોજન કરાયું.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભરૂચ જિલ્લામાંં રાજકીય ક્ષેત્રે ચહલપહલ જણાય છે. ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના ઉમેદવારો માટે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે, અને આ વખતે તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ પ્રસ્થાપિત થશે, એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર જીતના નિશ્ચય સાથે ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમલ્લા ખાતે દુ.વાઘપુરા જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રચારસભાને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઝઘડિયા તાલુકાનાં વિકાસના મુદ્દાને લઇને પ્રચારમાં આગળ વધી રહી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં નાના-મોટા વિકાસના જે પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે તે ઉકેલવા અમે સક્ષમ છીએ. ઉમલ્લા અને પાણેથાના રસ્તાનું કામ અટવાયું છે તે પણ આ ચૂંટણી બાદ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

અત્રે યોજાયેલ આ પ્રચાર સભામાં સાંસદ મનસુખભાઇ વસાવા, મારૂતિસિંહ અટોદરીયા, માજી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, અતુલભાઈ પટેલ, નરેન્દ્ર વસાવા, પ્રકાશભાઈ દેસાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, દિનેશ વસાવા, મહેંદ્રસિંહ વાંસદીયા, રશ્મિભાઈ પંડયા, પરિમલભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, રીતેશ વસાવા, ભાવનાબેન પંચાલ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

ProudOfGujarat

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા સૂચક બોર્ડના અભાવે અર્ટિગા કાર ડીવાઈડર ઉપર ચઢી ગઈ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!