Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૧૪૮ બુથ પર ચુંટણી યોજાશે.

Share

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થતાં જ ઠેરઠેર રાજકીય ગતિવિધિઓની શરૂઆત થવા પામી છે. તાલુકા અને જિલ્લા પંચાયતોની ચુંટણી જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષોમાંથી ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારો પોતાને ટિકીટ મળે એ માટે પોતાની વગનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને તંત્ર ચુંટણીની કામગીરીમાં વ્યસ્ત બન્યુ છે. ઝઘડીયા ત‍ાલુકામાં ભરૂચ જિલ્લા પંચાયતની ચાર બેઠકો આવેલી છે, જેમાં ધારોલી, રાજપારડી, સુલતાનપુરા અને દુ.વાઘપુરા બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની આ ચાર બેઠકો પર કુલ ૧૩ ઉમેદવારો સ્પર્ધામાં છે. તાલુકાની આ ચાર જિલ્લા પંચાયતની બેઠકો માટે ઝઘડીયાના પ્રાંત અધિકારી ચુંટણી અધિકારી તરીકે નિમાયા છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો પૈકી ૧૧ બેઠકો માટે ઝઘડીયા મામલતદાર તેમજ અન્ય ૧૧ બેઠકો માટે ભરૂચના આદિજાતિ વિકાસ અધિકારી ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે કુલ ૬૫ ઉમેદવારો મેદાનમાં છે. ઝઘડીયા તાલુકામાં મહદઅંશે ભાજપા, બીટીપી અને કોંગ્રેસ એમ ત્રણ પક્ષો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. આમ તાલુકામાં ત્રિપાંખીયો જંગ ખેલાય એવા સમીકરણો હાલ દેખાય છે.

ઝઘડીયા તાલુકામાં ૨૮ ફેબ્રુઆરીન‍ા રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને ચુંટણીલક્ષી કામગીરીને અંજામ આપવા તંત્ર સજ્જ બન્યુ છે. તાલુકામાં કુલ ૧૪૮ બુથો પર ચુંટણી યોજાશે. આ બુથો પૈકી ૨૭ બુથ સંવેદનશીલ બુથ છે,જ્યારે ૧૫ બુથને અતિસંવેદનશીલ બુથ ગણવામાં આવ્યા છે. તાલુકામાં કુલ ૧૧૪૨૧૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં ૫૮૫૨૮ પુરુષ મતદારો અને ૫૫૬૮૪ સ્ત્રી મતદારો તેમજ ૫ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ચુંટણીમાં રોકવામાં આવેલ વિવિધ કર્મચારીઓને સરકારી વિનિયન કોલેજ રાણીપુરા ખાતે ચુંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. ઝઘડીયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને તાલુકાના ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનો દ્વારા ખાનગી હથિયારો ધરાવતા પરવાનેદારોના હથિયારો જમા લેવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ગુનાહિત ભુતકાળ ધરાવતા ઇસમોના જામીન લેવાની કામગીરી સંપન્ન કરવામાં આવી હતી. આમ ઝઘડીયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને રાજકીય ક્ષેત્રે વિવિધ ગતિવિધિઓના મંડાણ થયેલા દેખાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

હાંસોટ ના ઈલાવ ગામે પાના પત્તાં નો જુગાર રમતાં ચાર જુગારીઓ ને હજારો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ…

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હરિજયંતિના દિવસે ૧૫ હજાર કીલોનો અન્નકૂટ ધરાવાશે.

ProudOfGujarat

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!