ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ લાઇનમાં બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી. ગેલેક્ષી સરફેકટન્ટસનાં સહયોગથી સી.એસ.આર ફંડમાંથી પોલીસ લાઇનમાં બાળકો માટે રમતગમતના સાધનો ખુલ્લા મુકાયા. ઝઘડીયા પી.આઇ વસાવાએ જણાવ્યુ કે બાળકો હળીમળીને શાંતિપૂર્વક રમતો રમી શકે તે માટે પોલીસ લાઇનમાં રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. લોકડાઉન બાદ તબક્કાવાર શૈક્ષણિક કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે બાળકોને શિક્ષણની સાથે સાથે મુક્તપણે નિર્દોષતાથી રમવાની તકો પણ મળવી જોઇએ. અત્રે યોજાયેલ એક કાર્યક્રમમાં પોલીસ લાઇનમાં બાળકો માટેના રમતના સાધનો ખુલ્લા મુકાયા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement