Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

Share

ઝઘડિયા તાલુકાના આમોદ, ભૂરી ગામ ખાતેથી ૧૯૮૩ થી ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) દ્વારા લિગ્નાઇટ, ખડી, સિલિકાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં લિગ્નાઇટ રાજ્યભરના જીએમડીસીના વપરાશકાર ગ્રાહકો દ્વારા તેમના ક્વોટા મુજબ લિગ્નાઇટ ઉપાડવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના સુરત અને અમદાવાદ ખાતેના દલાલો દ્વારા લિગ્નાઇટ વહન કરવા માટે સ્થાનિક ટ્રાન્સપોર્ટરને સાથે રાખી સ્થાનિક ટ્રકો દ્વારા લિગ્નાઇટ વહન કરવામાં આવે છે. જ્યારથી લિગ્નાઈટનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારથી અહીં દલાલો અને ટ્રાન્સપોર્ટરના મિલીભગતના ભાડાના મુદ્દે સ્થાનિક ટ્રક માલિકોનું શોષણ કરવામાં આવે છે.વર્ષોથી ટ્રક માલિક ભાડા બાબતે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક ટ્રક માલિકોના સંગઠનને પણ બંનેના મીલીભગત અને શામ દામ દંડ ભેદની નીતિ રાખી તોડી પાડવાના અસંખ્ય વખત પ્રયત્નો થયા છે અને મહદઅંશે તેમાં શોષણખોરોને સફળતા મળી છે છતાં ટ્રક ચલાવી પોતાની રોજી રોટી રળતા ટ્રક માલિકો સહન કરી ગાડું ગબડાવતા આવ્યા છે. આ વર્ષે ફરી દલાલો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા નક્કી કરેલા અને પોષણક્ષમ ભાડા નહિ ચૂકવી શોષણ કરી રહ્યા છે. જેની સામે ટ્રક ચાલકો આક્રમક મૂડમાં આવી ગયા છે. ટ્રક ચાલકોએ આજથી અચોક્કસ મુદતના હડતાલનું શોષણખોરો સામે શસ્ત્ર ઉગામ્યું છે અને લિગ્નાઇટ લોડિંગ અને વહન કરવાનું નક્કી કર્યું છે. ટ્રક માલિકોના સંગઠન દ્વારા આજરોજ સ્થાનિક પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાડાના મુદ્દે સહકારની માંગ કરી છે. જ્યાં સુધી પોષણક્ષમ ભાડા ટ્રક માલિકોને નહિ ચૂકવાઈ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

ખેડાના ગળતેશ્વર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ઓફલાઇન વર્ગો શરૂ કરવા એન.એસ.યુ.આઈ એ કેજે પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચના દિલ્હી એક્સપ્રેસ વે પરથી રૂપિયા 20 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી તાલુકા પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!