ભરૂચ જીલ્લાનાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં સારસા ગામેથી થયેલી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોને ભરૂચ એલ.સી.બી. એ પકડી પાડયા છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીલ્લામાં થતાં મિલકત સંબંધી ગુનાઓ વાહનોની ચોરીઓ અટકાવવા માટે સૂચના આપેલ જેના આધારે ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ઈન્સ્પેકટર જે.એન ઝાલાનાં માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની અલગ-અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવતા એલ.સી.બી. ટીમને મળેલ બાતમી અને હકીકતનાં આધારે તા.31/1/2021 નાં રોજ રાજપારડી વિસ્તારનાં સારસા ગામેથી રાત્રિનાં સમયે થયેલ એક નવી રજીસ્ટ્રેશન નંબર વગરની હોન્ડા સાઇન – 125 મો.સા. ની ચોરી બાબત બે શખ્સોને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે (1) દક્ષેશ ઉર્ફે શાંતિલાલ જીણાભાઈ વસાવા રહે. હરીપુરા, નવીનગરી તા. ઝધડીયા જી. ભરૂચ (2) મહંમદ ઉર્ફે સૈફુ કુરેશી રહે. ધારોલી મસ્જિદની ચાલ તા. ઝધડીયા જી. ભરૂચને પોલીસે રાત્રિ પેટ્રોલીંગમાં પકડી પડયા છે જેની પાસેથી હોન્ડા કંપનીની-125 મો.સ. કીં.રૂ. 60,000, બે મોબાઈલ ફોન કીં. રૂ. 5000 મળી કુલ 65,000 નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી ભરૂચ એલ.સી.બી. પોલસે હાથ ધરી છે.