ભરૂચ જિલ્લો આઝાદી બાદ સહકારી ક્ષેત્રમાં ખૂબ અગ્રેસર રહ્યો છે જેમાં ઝઘડિયા તાલુકાનું પણ મહત્વનું યોગદાન છે. આઝાદીના ૧૨ વર્ષ બાદ ૧૯૫૯ માં સ્થપાયેલ ધી રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટી પર્પઝ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા રવિવારે જગન્નાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં મળી હતી. આ સભામાં વ્યવસ્થાપક કમિટીના સભ્યો તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબ કામગીરી કરવામાં આવી હતી.
આ સોસાયટીમાં ૧૦૩ વર્ષની ઉંમરના વયોવૃદ્ધ અને ઝઘડિયા તાલુકાના સહકારી માળખાના મોખરાના અગ્રેસર એવા ડાહ્યાભાઈ અમૈદાસભાઇ દેસાઈ નામના સભાસદ મોજુદ છે. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા નથી, પરંતુ સોસાયટી અને સભાસદોને તેમણે શુભ સંદેશ પાઠવ્યો હતો. વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત વ્યવસ્થાપક કમિટી સભ્યો એ મંડળીમાં વધુ સભાસદો બને અને સોસાયટીની યોજનાનો લાભ લે તેવુ આહવાન કર્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ