Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપા કાર્યકરો પાછા ભાજપામાં જોડાયા.

Share

ગત ટર્મની ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકના ભાજપાના માજી મહિલા સદસ્ય સહિતના અન્ય આગેવાનો તેમજ કાર્યકરો ભાજપાને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુલતાનપુરા જિલ્લા પંચાયત તથા ગોવાલી તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવાનું જાહેર કરાયુ હતું. આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ગોવાલી ગામના કાર્યકરો ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા. અચાનક ભાજપામાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા કાર્યકરોનું હૃદય પરિવર્તન થતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવાનું ના પાડી દીધુ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીએડાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાની સમજાવટથી આ કાર્યકરોએ ફરીથી ભાજપાનો ખેસ ધારણ કરી લીધો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તાત્કાલિક ગોવાલી ખાતે પહોંચીને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં પાર્ટી છોડીને ગયેલા તમામને ફરીથી ભગવો ખેસ પહેરાવ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : એમ.જી રોડ પર આવેલ મોબાઈલની દુકાનોમાં પોલીસનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો શું છે કારણ..!!!

ProudOfGujarat

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ પોલીસે રૂ. ૨,૯૭,૬૦૦ નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!