Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા નજીક ગેરકાયદેસર પશુઓ ભરીને જતી ટ્રક પકડાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારના સેલોદ નજીકથી પોલીસે ગેરકાયદેસર ૧૩ ભેંસો ભરીને જતી ટ્રક ઝડપી લીધી હતી. જિલ્લા તાલુકાની ચુંટણીઓ જાહેર થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ સુચના મુજબ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવા અને પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરીને પસાર થવાની છે, ત્યારે પોલીસે મળેલ માહિતી મુજબ વોચ ગોઠવતા જીઆઇડીસી વિસ્તારના સેલોદ ગામ નજીક વીજ સબ સ્ટેશન પાસેથી ૧૩ ભેંસો લઇને જતી એક ટ્રક ઝડપી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય બહાર દુધાળા પશુઓની નિકાસ પર પ્રતિબંધ છે, ત્યારે આવા પશુઓની હેરાફેરી કરતા ઇસમો પ્રત્યે પોલીસે લાલ આંખ કરતા આવા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. ઝઘડીયા પોલીસે ૧૩ ભેંસો જેની કિંમત રૂ.સાડા છ લાખ થાય છે, તે મુજબ આ મુદ્દામાલ પોલીસે કબજે લઇને આ ભેંસોને સલામત સ્થળે પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભેંસો લઇને જતા બે ઇસમો, ઇકબાલ ઇસ્માઇલ દશકા રહે.
લુવારા,તા.જી.ભરૂચ અને સલીમ મુસા સીંધી જમાદાર રહે.વલણ,તા.કરજણને હસ્તગત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ આ ભેંસો કરજણ તાલુકાના વલણ ગામના એક ઇસમે મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જવા ટ્રકમાં ભરી આપી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

ભરૂચ:ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિ વિહોણા બાળકોને સરકારી લાભ આપવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટરે વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા ૨૬ જેટલા અધિકારીઓ, કર્મચારીઓને સન્માનિત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!