Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાનાં સીમધરા ગામ નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઝઘડિયા વચ્ચેના માર્ગ પર સીમધરા ગામ પાસે આજે સાંજે એક એસ.ટી બસને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં ત્રણ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી રાજપીપળા ઝઘડિયા થઇને સુરત તરફ જતી એસ.ટી બસ સીમધરા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે એસ.ટી બસ સાથે એક હાઈવા ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ભેંસોનું ટોળું રોડ ક્રોસ કરતું હોઇ, એક કાર ચાલકે તેની કાર થોભાવી હતી. તેથી કારની પાછળ આવતી એસ.ટી બસ ઊભી રહી ગઇ હતી. એસ.ટી બસની પાછળ આવતા હાઈવા ચાલકે હાઇવા ટ્રક આગળ ઉભેલી એસ.ટી.બસ સાથે અથાડતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા, બાદમાં વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat

વડોદરા : પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સ્પષ્ટ સૂચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!