Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીકના ઓરપટાર ગામે દિપડાએ બે પાલતુ પશુઓનું મારણ કરતા ફફડાટ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઓરપટાર ગામે હિંસક પશુએ ગત રાત્રી દરમિયાન ઘરના વાડામાં બાંધેલા બે પાલતુ પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ડર ફેલાયો છે.બે ત્રણ દિવસ અગાઉ રાણીપુરા અને અન્ય ગામે પણ હિંસક પ્રાણીએ આંતક મચાવી પાલતુ પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.દરમિયાન ગઇ રાત્રી દરમિયાન હિંસક પશુએ નર્મદા કાંઠાના ઓરપટાર ગામે પ્રતાપભાઇ રાઠોડ નામના ખેડૂતના ઘરના પાછળના વાડામાં બાંધેલા એક પાડો અને એક પાડી મળી કુલ બે પાલતુ પશુઓનું મારણ કરતા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનાની જાણ વનવિભાગને કરાતા વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડો દેખાતો હોઇ આ પશુઓનું મારણ કરનાર હિંસક પ્રાણી દિપડો હશે એમ ખેડૂતઆલમમાંથી જાણવા મળ્યું છે.હવેતો દીપડો ગામમાં આવીને પાલતુ પશુઓનું મારણ કરી રહ્યો હોવાથી તાલુકામાં ખેતરોમાં એકલદોકલ જતા ખેડૂતો ડર અનુભવી રહ્યા છે.ખેડૂતોએ ઘણીવાર રાતે પણ ખેતરોમાં પાણી વાળવા જવું પડતું હોય છે.તાલુકાની સીમમાં દિપડાનો આખો પરિવાર ફરતો હોવાની ચર્ચાઓ પણ સંભળાય છે.દિપડા દ્વારા ઉપરાચાપરી પાલતુ પશુઓ પર હુમલા કરાતા હોવાથી તાલુકાની જનતા ચોંકી ઉઠી છે. આ હિંસક પ્રાણી કોઇવાર માણસો પર પણ જીવલેણ હુમલો કરી શકે તેવી પણ દહેશત રહેલી છે.ત્યારે વનવિભાગ દ્વારા વધુ સંખ્યામાં પીંજરા મુકીને દિપડાને પકડી લેવાય એવી માંગ પણ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ચોરાઉ મોટરસાયકલ સાથે એક ને ઝડપી પડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

રાજકોટ : પ્રથમ વખત મનપાનું સર્વર જામ થતા એક કલાક સેવાઓ ઠપ્પ થઈ.

ProudOfGujarat

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!