ગઈ કાલે તારીખ 13.10.19 ના રોજ બનેલ ઘટના ની મળતી માહિતી અનુસાર ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ફરજ બજવતા 32 વર્ષીય યુવાન કૃષ્ણ પાંડે પાછલા કેટલાક વર્ષોથી કંપનીમાં કાયમી કામદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ગઈ કાલે કંપનીમાં આ કામદાર નું સ્વાસ્થ્ય લથડતા કામદાર ને જયાબેન મોદી હોસ્પિટલમાં લાવવા માં આવ્યા હતા જ્યાં કામદાર ને મૃત જાહેર કરાયા હતા.
કામદાર આગેવાનો ના જણાવ્યા મુજબ મૃત્યુ ગેસ લાગી થયું હોય એવું જાણવા મળ્યું હતું ત્યારે કંપનીના અધિકારીઓએ આ મોતને હાર્ટએટેક થી થયું છે એવું જવાવવા માં આવેલ છે.અને આમ જણાવી મામલાના રફા દફા કરવા માટે ની પણ કોશિશ કરવામાં આવી હતી ત્યારે કેટલાક કામદાર સમાજના આગેવાનો તથા જાગૃત યુવાનો દ્વારા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમગ્ર લોકો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા, ત્યારે ઉલ્લેખનીય છે કે મોડે સુધી કંપની દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ કે કંપની ઇન્સ્પેક્ટર ને જાણ કરવામાં આવી ન હતી, મૃતકના પરિવારજનો જ્યાં સુધી અમને વળતર ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી ડેડ બોડીની અહીંયાથી ઉઠાવતો નહીં તેવી પણ કંપનીના અધિકારીઓને ચીમકી આપી હતી.જોકે મોડે થી ભરૂચ લઈ જઈ પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. અને પોલીસે પણ તેમની કાર્યવાહી શરૂ કરી છે.કામદાર આગેવાનો અને કમ્પની સત્તાધીશો મૃત્યુ નું અલગ અલગ કારણ બતાવી રહ્યા હોવાથી પેનલ PM કરાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. જેથી મૃત્યુ નું સાચું કારણ જાણી શકાય.
કામદાર આગેવાનો દ્વારાજાણવા મુજબ મરનાર વ્યક્તિ રાત્રી ના શિફ્ટ માં રેગ્યુલર જોબ પર હતો ત્યાં દિવસ માં પણ કેમ કામ ચાલુ રાખવામાં આવ્યું એ તપાસ નો વિષય છે. તેમજ તેની અગાઉ ની મેડિકલ હિસ્ટ્રી પણ જાણવી જરૂરી છે. કામદાર પર કામ નો અધિક બોજ હતો કે કેમ? અને રાત્રી ના કામ પછી દિવસ માં કામ ચાલુ રાખવાથી એના શરીર પર કોઈ અસર થઈ છે કે કેમ? આ તપાસ પણ થવી જોઈએ. અને રાત્રી ના કામ ના કલાકો પછી દિવસે કામ ચાલુ રાખવાનું કોઈ દબાણ હતું કે કેમ? તેની શારીરિક ક્ષમતા બીજા દિવસે કામ કરવાની હતી કે કેમ? આ પ્રશ્નો ના જવાબો હાલ મેળવવા જરૂરી છે.જેની પોલીસ નિષ્પક્ષ તપાસ કરે એવી કામદારો ની માંગણી છે.
ઔદ્યોગિક વસાહતો માં કામદારો ના મૃત્યુ ની અનેક ઘટનાઓ બનતી બનતી હોય છે. કેટલાક કિસ્સાઓ માં મૃત્યુ નું સાચું કારણ ક્યારે પણ બહાર આવતું નથી . ફેકટરી ઇન્સપેક્ટર ની આ ફરજ છે કે તે સત્યતા ની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે પરંતુ મોટા ભાગ ના કિસ્સાઓ માં આવું થતું નથી .કામદાર સમાજ માં મોટે ભાગે ગુજરાત બહાર ના અશિક્ષિત વર્ગ આવતું હોય છે જેમના માં કાયદા નું જ્ઞાન ઓછું હોવાનું અને તેની ગરીબી નું ગેરલાભ ઔદ્યોગિક એકમો દ્વારા લેવાય છે. ગઈ કાલ દુર્ઘટનામાં 32 વર્ષ ના યુવાન કામદાર ના મૃત્યુ ને હાર્ટએટેક નું કારણ પણ માની લેવામાં આવે તો પણ તેના સ્વાસ્થ્ય અને વિશાળ કામદાર ના સ્વાસ્થ્ય હિત માં કામદારો ના સ્વાસ્થ્ય ની મેડિકલ તપાસ જરૂરી છે અને આ ઘટના ને ધ્યાને લઇ બીજી આવી ઘટનાઓ ના બને એ માટે ફેકટરી ઇન્સ્પેક્ટર અને લાગતા વળગતા તંત્ર એ અગમચેતી રૂપે યોગ્ય પગલાં ભરવા જોઈએ.
સલીમપટેલ