ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આદિવાસી સ્મશાન નજીક લોક કરીને પાર્ક કરેલ ટ્રકની રાત્રિ દરમિયાન ઉઠાંતરી થવા પામી છે.
રાજપારડી પંથકમાં વાહનચોર ટોળકી સક્રિય થતાં વાહન માલિકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના ખાડી ફળીયા ખાતે રહેતા વિજયભાઇ બચુભાઇ વસાવા રાજપારડીમાં આદિવાસી સ્મશાન પાસે દુકાન ધરાવે છે. ઉપરાંત પોતાની માલિકીની ટ્રકમાં ડ્રાઇવર રાખીને રેતી કપચી વહન કરવાની કામગીરી પણ કરે છે. ગત ગુરૂવારના રોજ રાત્રે ટ્રકના ડ્રાઇવરે ટ્રકની સાફસફાઈ કરીને ટ્રક દુકાન પાસે લોક કરીને મુકી હતી. બીજા દિવસે ટ્રકનો ડ્રાઇવર ટ્રક લેવા આવ્યો ત્યારે જે જગ્યાએ ટ્રક પાર્ક કરીને મુકી હતી ત્યાં હતી નહિ.શોધખોળ કરવા છતાં ટ્રક મળી ન હતી તેથી ટ્રક ચોરાઇ હોવાની ખાતરી થવા પામી હતી. કોઇ અજાણ્યા તસ્કરો ટ્રકની ઉઠાંતરી કરી ગયા હોવાની ખાતરી થતાં ટ્રકના માલીક વિજયભાઇ બચુભાઇ વસાવા રહે.રાજપારડી, તા.ઝઘડીયા, જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. રાજપારડી પોલીસે ગુનો નોંધી આ વાહનચોર તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ