Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા નજીક સી.એન.જી બોટલનો ટેમ્પો ઊભેલી ટ્રક સાથે અથડાયો.

Share

ગઇકાલે વહેલી સવારે ઝઘડિયા નજીક સેવાસદન પાસે એક લિગ્નાઇટ ભરેલી ટ્રક ઝઘડિયા તરફ ઉભેલી હતી. આ દરમિયાન રાજપારડી તરફથી આવતો એક આઈસર ટેમ્પો, જેમાં સીએનજી પંપ પર ગેસ રીફિલ કરતા ગેસ સિલિન્ડરની કીટવાળો ટેમ્પો ઊભેલી ટ્રકમાં ધડાકાભેર અથડાયો હતો.

ટ્રકમાં પાછળથી ટેમ્પો અથડાતા ટેમ્પાના આખા કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટેમ્પા ચાલકને મોઢાના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. ઉપરાંત જાણવા મળ્યા મુજબ આ ઘટના બાબતે હજી સુધી પોલીસમાં કોઈ ફરિયાદ લખાવવામાં આવી નથી. જોકે સદભાગ્યે મોટી હોનારત નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : મોંધવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ.

ProudOfGujarat

આણંદનાં હાડગુડ ગામે ગટર ઉભરાવાની સમસ્યાને લઈ સ્થાનિકોને મુશ્કેલી

ProudOfGujarat

કરજણના પાછીયાપુરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ૩ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!