Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં પિપદરા ગામેથી ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પિપદરા ગામેથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા રાખવામાં આવેલ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવે પોલીસ જવાનોની ટીમ બનાવીને આવા આરોપીઓને પકડી લેવા કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીના આધારે રાજપારડી નજીકના પિપદરા ગામેથી ત્રણ વર્ષથી નાસતા ફરતા કથિત આરોપી શૈલેષ સોમાભાઇ વસાવાને તા.૨૮ મી ના રોજ ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કથિત આરોપી ઝઘડીયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ સાત જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હતો અને ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત : ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ભેદી બ્લાસ્ટ, પત્ની-પુત્રને ઇજા, સિલિંગ-દીવાલો તૂટી, ઠેર-ઠેર તિરાડ પડી

ProudOfGujarat

વિરમગામ બીઆરસી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

રાજપીપળા જનરલ હોસ્પિટલમાં એચઆઇવી પીડિતોને બર્ક ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશિયન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!