Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી પોલીસે ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે ગુનામાં સંડોવાયેલો અને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજપારડી પોલીસે ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અંતર્ગત રાજપારડી પી.એસ.આઇ. જયદિપસિંહ જાદવ અને પોલીસ જવાનોએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. દરમિયાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમીના આધારે નેત્રંગના મોહન કિશન વસાવાને ઝડપી પાડયો હતો. ઝડપાયેલ આરોપી ચાર વર્ષથી વોન્ટેડ હતો, અને પોલીસથી નાસતો ફરતો હતો. આ ઝડપાયેલ કથિત આરોપી સામે રાજપારડી પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ દાખલ થયેલ હતા. આ નાસતા ફરતા આરોપીને ઝડપી લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રાજપારડી પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરતા આવા ઇસમોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમાંથી હાઇવા ડમ્ફરની થઈ ઉઠાંતરી.

ProudOfGujarat

CBSE ધોરણ 12 બોર્ડનું 87.33 ટકા પરિણામ જાહેર કર્યુ

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી – ટપક સિંચાઇ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!