ભરૂચ જીલ્લાનાં ઝધડિયામાં આવેલી આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ફરી એક વખત આરતી કંપની ચર્ચાનાં એરણે ચડી છે. ઝધડિયાની આરતી કંપની આ અગાઉ પણ વાયુ પ્રદૂષણ અને કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઇન બાબતે પ્રકાશમાં આવી હતી અને ગઇકાલે રાત્રે ફરી એક વખત આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીનાં ત્રણ વર્કરોને ઇજાઓ પહોંચ્યાની વાત બહાર આવી છે.
આ બનાવની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચ્યાનું જાણવા મળ્યું છે. આરતી કંપનીનાં નાઇટ્રેક એસિડ પ્લાન્ટમાં આવેલી મોટરમાં અચાનક ધડાકો થતા ત્રણ વ્યક્તિ ઉપર એસિડનાં છાંટા ઉડતાં આરતી કંપનીનાં શ્રમિકોને ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે. એસિડનાં છાંટા ઉડતા ઘાયલ થયેલા ત્રણ શ્રમિકોને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Advertisement