Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ઉમલ્લા દુ:વાઘપુરા ખાતે ચાર રસ્તા પર સી.સી.ટી.વી. કેમેરા મુકાશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ:વાઘપુરા ખાતે મુખ્ય ધોરીમાર્ગ પરના ચાર રસ્તા પર સી.સી.ટી.વી કેમેરા મુકવામાં આવશે. ભારત સરકારના માર્ગ સલામતી પર્વની ઉજવણી નિમિત્તે અત્રે ગ્રામપંચાયત, વેપારી મંડળ તેમજ ઉમલ્લા પોલીસ સ્ટેશનના સહયોગથી માસ્ટર લાઇટ અને સી.સી.ટી.વી કેમેરા મુકવા માટે આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

મુકવામાં આવનાર માસ્ટર લાઇટના પોલ ઉપર સી.સી.ટી.વી કેમેરા પણ મુકવામાં આવશે. આ કેમેરા નગરની જનતાની સલામતી માટે પોલીસને મદદરૂપ બનશે. ગુનાખોરી ડામવા તેમજ અકસ્માત કરીને ભાગી જતા વાહનોને ઝડપી પાડવા કેમેરા અસરકારક રીતે મદદરૂપ બનશે. આ પ્રસંગે સ્થાનિક પીએસઆઇ ઠુમ્મર, દુ:વાઘપુરાના ઉપસરપંચ નરેન્દ્ર વસાવા, ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યા તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

 નેત્રંગ પી.એસ.આઇ.એ ભાંગોરી ગામની સીમમાં આઇસર-ટેમ્પામાંથી ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો.

ProudOfGujarat

વિરમગામની ગાંધી હોસ્પિટલમાં કથળતી તબીબી સેવાના કારણે દર્દીઅો હેરાની ભોગવી રહ્યા છે.દર્દીઓની સેવા સંબંધે અનેક પ્રકારની ફરીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!