ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એ.પી.એમ.સી દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવામાં આવશે. એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ ઝઘડિયા તાલુકામાં તુવેર પકવતા ખેડૂતોનો તુવેરનો પાક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે ખરીદવામાં આવશે.
વધુમાં જણાવાયું છે કે તાલુકાના તુવેર પકવતા જે ખેડૂતોએ ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન તુવેરનું વાવેતર કરેલ છે, અને જો તેઓ પોતાની તુવેર સરકાર દ્વારા બાંધેલા પ્રતિ ક્વિન્ટલ ૬૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓએ સરકાર દ્વારા નક્કી કરેલ સમય મર્યાદામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન જે તે નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર (ગ્રામ પંચાયત) ખાતેથી નોંધણી કરાવવાની રહેશે. એ.પી.એમ.સી નાં ચેરમેન દિપક પટેલના જણાવ્યા મુજબ ખેડૂતો જ્યારે પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જાય ત્યારે જરૂરી ઓટીપી માટે પોતાનો મોબાઈલ સાથે લઈ જવો. ટેકાના ભાવે તુવેર વેચાણ માટે ઓનલાઇન માટેના રજૂ કરવા માટે પુરાવામાં જમીનના ઉતારા ૭/૧૨, ૮ અ ની તાજેતરની નકલ, ખરીફ સીઝન વર્ષ ૨૦૨૦-૨૧ માં તુવેર વાવેલ છે તે બાબતે તલાટીનો વાવેતરનો દાખલો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અને કેંસલ ચેક રજીસ્ટ્રેશન સમયે આપવાના રહેશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ