Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાના સારસા ગામ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ પાસે એક ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર બે યુવકો ઘવાયા હતા.

મળતી વિગતો મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો પાર્થિવભાઇ નરેશભાઇ વસાવા નામનો ૧૭ વર્ષીય યુવાન તેના મિત્ર આશિષ કંચનભાઇ વસાવા સાથે તા.૧૬ મીના રોજ સ્કુટર લઇને નવા રાજુવાડીયા ખાતે તેની મોટીબેનને ત્યાં આવ્યો હતો. પાર્થિવને ભરૂચ કોઇ કામ હોવાથી તે તેના બનેવીની મોટરસાયકલ લઇને આશિષ સાથે ભરૂચ ગયો હતો. બંને મિત્રો ભરૂચ જઇને પાછા ફરતા હતા ત્યારે બપોરના સાડા ત્રણના અરસામાં રાજપારડીથી બે કિલોમીટર દુર સારસા ગામે રોડ ક્રોસ કરતા એક શેરડીના ટ્રેકટરના ટ્રેઇલર સાથે મોટરસાયકલ અથડાતા બન્ને મિત્રો નીચે ફંગોળાયા હતા. આ અકસ્માતમાં પાર્થિવને બંને ઘુંટણ પર ઇજાઓ થઇ હતી અને ખભા નીચે મુઢ માર વાગ્યો હતો, જ્યારે આશિષને જમણા પગે ઘુંટણ પર ઇજા થઇ હતી તેમજ જમણા હાથે કાંડાના ભાગે ફેકચર થયુ હતુ ઉપરાંત માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત યુવકોને એમ્બ્યુલન્સમાં ઉમલ્લા ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આશિષને માથાના ભાગે થયેલ ગંભીર ઇજાને પગલે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ અંગે પાર્થિવ નરેશભાઇ વસાવા રહે.ગામ કુમસગામ, તા.નાંદોદ,જિ.નર્મદાનાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ProudOfGujarat

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી મોડલ સ્કૂલ ખાતેથી મતદાન મથક ઉપર EVM મશીન રવાના કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!