Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાનાં તલોદરા ગામેથી ત્રણ નાસતા ફરતા આરોપી પકડાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામના ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના અંતર્ગત ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવાને મળેલ બાતમી મુજબ પોલીસે ઝઘડીયા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૯૭/૨૦૧૮ માં નાસતા ફરતા આરોપીઓ ચંદુભાઇ કોયાભાઇ વસાવા, લક્ષ્મણભાઇ કોયાભાઇ વસાવા અને જયેશભાઇ ચંદુભાઇ વસાવા ત્રણેય રહે. તલોદરા નવી વસાહત, તા.ઝઘડીયા,જિ.ભરૂચને મળેલ બાતમી મુજબ તલોદરા ગામેથી ઝડપી લીધા હતા. તલોદરાના આ કથિત નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરીને ઝઘડીયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

ભરૂચ : ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

સુરત : બારડોલી કિસાન સંમેલનમાં વિપક્ષ પર કરાયા આકરા પ્રહાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!