Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાની એક કંપનીમાં મહિલા સાથે અભદ્ર હરકતો કરતા સહકર્મી વિરુદ્ધ ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની એક કંપનીમાં સિક્યુરીટીમાં નોકરી કરતી એક મહિલાને કંપનીમાં નોકરી કરતા એક સાથી કર્મચારી દ્વારા ખરાબ ઇરાદાથી છેલ્લા છ સાત મહિનાથી ગંદી હરકતો કરીને ત્રાસ અપાતા મહિલાએ આ ઇસમ દ્વારા કરાતી રોજિંદી અભદ્ર હરકતોથી વાજ આવીને ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી છે.

મળતી વિગતો મુજબ આ મહિલા ઝઘડીયાની એક કંપનીમાં કામ કરે છે. કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો ગોવાલી તા.ઝઘડીયાનો કલ્પેશ રોહિત નામનો ઇસમ મોબાઇલ ફોન કાન પર રાખીને ખરાબ ઇરાદાથી અભદ્ર ભાષા બોલે છે. તેમજ આ મહિલા કંપનીની અંદર પ્લાન્ટમાં રાઉન્ડ મારવા જાય ત્યારે પણ ખરાબ હરકત કરે છે. ઉપરાંત અન્ય કામદારો આગળ પણ મહિલાની ખરાબ વાતો કરે છે. ઉપરાંત પોલીસ ફરિયાદ કરીશ તો તને જોઇ લઇશ, એવી ધમકી આપતો આ ઇસમ પોતાની લાજ લેવાના ઇરાદાથી આવી ગંદી હરકતો કરતો હોવાની શંકા સાથે પીડિત મહિલાએ આ ઇસમ વિરુદ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્રહરિત પીગમેન્ટ ને ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ના નિકાલ માટે ક્લોસર આપતી જીપીસીબી.

ProudOfGujarat

જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઇ…

ProudOfGujarat

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડનું પ્રથમ એનએફઓએ રૂ.1400 કરોડ એકઠા કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!