અમેઝિંગ સાઈકલિંગ ગ્રુપ દ્વારા દર રવિવારે સાઇકલ પર કોઈક નવો પ્રવાસ કરાય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે અમેઝિંગ સાયકલ ગ્રુપ આવી પહોંચ્યું હતું જેઓએ ભરૂચથી સવારે ૫:૪૫ વાગે નીકળીને ગુમાનદેવ દેવ મંદિરે આવીને બાદમાં કડિયા ડુંગર તેમજ સારસા માતાના મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાજપારડી ઝઘડિયા થઈને ભરૂચ જવા રવાના થયા હતા. ગ્રુપના કિશન ચુડાસમાના જણાવ્યા અનુસાર તેમનું અમેઝિંગ સાઈકલ ગ્રુપ દર રવિવારે પચાસથી સો કિલોમીટર જેટલા અંતરનો પ્રવાસ કરે છે. જેથી કરીને સહુનું આરોગ્ય સારું જળવાઈ રહે. પ્રવાસથી જીવનમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે. સમાજમાં મિત્રો સાથે એકતાનું વાતાવરણ બને છે. તેમજ લોકોને પણ સાઇકલ ચલાવવાની પ્રેરણા મળે, જેથી જીમમાં જવું ન પડે. પ્રવાસથી શરીર સ્વસ્થ અને નીરોગી રહેતુ હોય છે. વધુમાં જણાવ્યું હતું કે ૨૪ તારીખે અમેઝિંગ સાઈકલ ગ્રુપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ